Oct 3, 2009

SAVE GIRL CHILD

દીકરી વિશે જગતની તમામ ભાષાના સાહિત્ય માં ખુબ લખાયું છે અને ગુજરાતી ભાષા નો વૈભવ તો ખરેખર અનેરો છે ..દીકરી એટલે વહાલનો દરિયો , દીકરી એટલે જિંદગી જીવવાનો રૂઆબ , દીકરી એટલે તમામ ધર્મગ્રંથો નો અર્ક વગેરે વગેરે .....આપને જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધી બહોળો પ્રચાર પ્રસાર ધરાવતી ટીવી સીરીઅલ્સ જ દીકરા દીકરી વચ્ચે ની ભેદરેખા ને વધારે ને વધારે મોટી કર્યે જાય છે . એક સીરીઅલ માં એક પાત્ર બીજા ને કહે છે ...." ठाकुर साहब कहते है जिसका एक बेटा होता है वोह राजा और दो बेटे वाला महाराजा होता है ...ऐसे भी आपको तो तीन बेटे है ...." કેટલી મોટી અસમાનતા નું સર્જન છે આ...શું જે પરિવાર માં બેટા એ જન્મ લીધો તે રાજા મહારાજા તો જેના ઘરે દીકરી એ પાવન પગલા પાડ્યા તે કોઈ ઉતરતી કક્ષા માં આવે ? શત પ્રતિશત આનો જવાબ નાજ હોય શકે ...દીકરી તો ભવ ભવને તારી દે છે... જે દિવસે અમારા સદનસીબે અમારા પરિવાર માં એક વહાલસોયી દીકરી નો જન્મ થયો. તે દિવસે અમે ભગવાનનો લાખ લાખ પાડ માન્યો કારણકે અમારા કુલ ને દીપાવનારીનો જન્મ થઇ ચુક્યો હતો.દીકરી ૭૨ કુળની તારણહારીણી છે. હું એમ માનું છું કે દીકરી પોતાના ઘરે રહી જેટલા પગલા ચાલે , જેટલી વાતો માંડે એટલું તમારા નસીબનું ચક્કર ચાલે છે . સંવેદના અને લાગણીનો સુભગ સમન્વય એટલે દીકરી...અંગ્રેજી માં ખુબ સરસ કહેવાયું છે કે "My Son is my Son till he brings his wife , but my Daughter is my daughters through out her life " આખી જિંદગી કોણ કોનું બની રહે છે પરંતુ દીકરી તો આજીવન મમ્મી પપ્પાની દીકરી જ થઇ ને રહે છે . મેં એવા કેટલાય પરિવારો જોયા છે જેમણે પોતાની ઓળખાણનો દુરુપયોગ કરીને દીકરો આવશે કે દીકરી એવા વાહિયાત સવાલો પૂછી ને અક્કલ નું ફૂલેકું ફેરવતા જોયા છે . અને એટલું જ નહિ પરંતુ છડેચોક કહે પણ ખરા કે ડોક્ટર ઘર ના જ હતા એટલે સારું થયું કે પહેલા જ ખબર પડી કે જવાબદારી નું પોટલું આવવાનું છે . આવી હીન માનસિકતા ધરાવનારા લોકો માટે ધિક્કાર ની જ લાગણી થાય તે સ્વાભાવિક છે. જેણે આ દુનિયા માં પગરવ જ નથી માંડ્યો તેને અવતરતા પૂર્વે જ રહેંસી નાખનારા જલ્લાદોની સંખ્યા ઓછી નથી . એટલે જ તો આપણે બારે માસ SAVE GIRL CHILD ના અભિયાન ચલાવવા પડે તે ગુજરાત જેવા વિકસિત રાજ્ય માટે મનોમંથન કરવા જેવી વાત છે . તો સામે પક્ષે મારા સંપર્ક માં એવાય પરિવારો છે જે આજે SINGLE GIRL CHILD મંત્ર ને પચાવી જાણ્યો છે . આ પરિવારો ખરેખર સમાજ માં ઉન્નત મસ્તકે ફરી શકે છે. પરંતુ આ પરિવારોની તુલના માં ગર્ભ માં જ દીકરી ને ટૂંપો દેનારા જુનવાણી પરિવારો ની સંખ્યા ખુબ વધારે છે . દીકરા કરતા દીકરી કોઈ જ રીતે હીન નથી અને આ પરિવાર એવા છે જેમના માટે ચંદા કોચર, ઈન્દ્રા નુઈ એ માત્ર છોકરી ની જાત જ ...સમાજ માટે આ લોકો એ શું કર્યું તેનાથી શું નિસ્બત ...જયારે આંખો પર પટ્ટી અને દિલ (હશે કે કેમ ?) માં રૂઢિગત માન્યતાઓને જ બેસાડી છે તો પછી આવા લોકોનું ભલું તો ખુદ ભગવાન ઈચ્છે તોય નાં કરી શકે...

2 comments:

  1. Truly soul touching article.
    The examples writer has given is simply fantastic, which reflects his research.And his pure language is a rare to find in todays world. The message he is conveying through this article is like SWIMMING AGAINTS THE FLOW, but we should follow it for the good change which we can bring to society. Keep up the good work boss! Eagerly waiting for your next post.

    ReplyDelete
  2. Its a slapping article for those who believes in Male Dominated Society... Its a very nice step towards them ... Keep this going ..

    ReplyDelete