Journalist may be alone but lacs of words are his companion through out his life, and with the help of these words I have determined to serve the society in such a unique way...I am sure you will get something diffrent than any other blogs...
Oct 3, 2009
SAVE GIRL CHILD
દીકરી વિશે જગતની તમામ ભાષાના સાહિત્ય માં ખુબ લખાયું છે અને ગુજરાતી ભાષા નો વૈભવ તો ખરેખર અનેરો છે ..દીકરી એટલે વહાલનો દરિયો , દીકરી એટલે જિંદગી જીવવાનો રૂઆબ , દીકરી એટલે તમામ ધર્મગ્રંથો નો અર્ક વગેરે વગેરે .....આપને જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધી બહોળો પ્રચાર પ્રસાર ધરાવતી ટીવી સીરીઅલ્સ જ દીકરા દીકરી વચ્ચે ની ભેદરેખા ને વધારે ને વધારે મોટી કર્યે જાય છે . એક સીરીઅલ માં એક પાત્ર બીજા ને કહે છે ...." ठाकुर साहब कहते है जिसका एक बेटा होता है वोह राजा और दो बेटे वाला महाराजा होता है ...ऐसे भी आपको तो तीन बेटे है ...." કેટલી મોટી અસમાનતા નું સર્જન છે આ...શું જે પરિવાર માં બેટા એ જન્મ લીધો તે રાજા મહારાજા તો જેના ઘરે દીકરી એ પાવન પગલા પાડ્યા તે કોઈ ઉતરતી કક્ષા માં આવે ? શત પ્રતિશત આનો જવાબ નાજ હોય શકે ...દીકરી તો ભવ ભવને તારી દે છે... જે દિવસે અમારા સદનસીબે અમારા પરિવાર માં એક વહાલસોયી દીકરી નો જન્મ થયો. તે દિવસે અમે ભગવાનનો લાખ લાખ પાડ માન્યો કારણકે અમારા કુલ ને દીપાવનારીનો જન્મ થઇ ચુક્યો હતો.દીકરી ૭૨ કુળની તારણહારીણી છે. હું એમ માનું છું કે દીકરી પોતાના ઘરે રહી જેટલા પગલા ચાલે , જેટલી વાતો માંડે એટલું તમારા નસીબનું ચક્કર ચાલે છે . સંવેદના અને લાગણીનો સુભગ સમન્વય એટલે દીકરી...અંગ્રેજી માં ખુબ સરસ કહેવાયું છે કે "My Son is my Son till he brings his wife , but my Daughter is my daughters through out her life " આખી જિંદગી કોણ કોનું બની રહે છે પરંતુ દીકરી તો આજીવન મમ્મી પપ્પાની દીકરી જ થઇ ને રહે છે . મેં એવા કેટલાય પરિવારો જોયા છે જેમણે પોતાની ઓળખાણનો દુરુપયોગ કરીને દીકરો આવશે કે દીકરી એવા વાહિયાત સવાલો પૂછી ને અક્કલ નું ફૂલેકું ફેરવતા જોયા છે . અને એટલું જ નહિ પરંતુ છડેચોક કહે પણ ખરા કે ડોક્ટર ઘર ના જ હતા એટલે સારું થયું કે પહેલા જ ખબર પડી કે જવાબદારી નું પોટલું આવવાનું છે . આવી હીન માનસિકતા ધરાવનારા લોકો માટે ધિક્કાર ની જ લાગણી થાય તે સ્વાભાવિક છે. જેણે આ દુનિયા માં પગરવ જ નથી માંડ્યો તેને અવતરતા પૂર્વે જ રહેંસી નાખનારા જલ્લાદોની સંખ્યા ઓછી નથી . એટલે જ તો આપણે બારે માસ SAVE GIRL CHILD ના અભિયાન ચલાવવા પડે તે ગુજરાત જેવા વિકસિત રાજ્ય માટે મનોમંથન કરવા જેવી વાત છે . તો સામે પક્ષે મારા સંપર્ક માં એવાય પરિવારો છે જે આજે SINGLE GIRL CHILD મંત્ર ને પચાવી જાણ્યો છે . આ પરિવારો ખરેખર સમાજ માં ઉન્નત મસ્તકે ફરી શકે છે. પરંતુ આ પરિવારોની તુલના માં ગર્ભ માં જ દીકરી ને ટૂંપો દેનારા જુનવાણી પરિવારો ની સંખ્યા ખુબ વધારે છે . દીકરા કરતા દીકરી કોઈ જ રીતે હીન નથી અને આ પરિવાર એવા છે જેમના માટે ચંદા કોચર, ઈન્દ્રા નુઈ એ માત્ર છોકરી ની જાત જ ...સમાજ માટે આ લોકો એ શું કર્યું તેનાથી શું નિસ્બત ...જયારે આંખો પર પટ્ટી અને દિલ (હશે કે કેમ ?) માં રૂઢિગત માન્યતાઓને જ બેસાડી છે તો પછી આવા લોકોનું ભલું તો ખુદ ભગવાન ઈચ્છે તોય નાં કરી શકે...
Oct 2, 2009
પતંગિયું,પીંછી અને કલ્પના...

વડોદરા વાસીઓ માટે આજની સવારનો સૂરજ કઈ એ રીતે ઉગ્યો કે તેણે આખા વિશ્વ માં આ રાજશી વૈભવ ધરાવતી નગરીના ખોળિયાને દીપાવી દીધું. એક નહિ ૨ નહિ પરંતુ ૧૨ ૧૨ વિશ્વ રેકોર્ડને અંકે કરવા માટેના આ અભિયાને સાચા અર્થ માં પ્રજાજનોને એક દિશા ચીંધી છે , જેના થકી આ શહેરવાસીઓ ઉન્નત મસ્તકે ચાલી શકશે. ... વહેલી સવારે વડોદરાના લગભગ ૧૦૦૦૦ ઘરો માં જબરદસ્ત ચહલપહલ હતી , કારણ સ્પષ્ટ હતું સહુ કોઈને સૌથી પહેલા એક ચોક્કસ જગ્યા એ પહોંચવું હતું .....હું તમને માંડીને વાત કરું..... વડોદરા મેરેથોનના નેજા હેઠળ એક અદભૂત અને ન ભૂતો ન ભવિષ્યતિ કક્ષાનો એક કાર્યક્રમ યોજાયો. જેમાં વડોદરાના ૪ વર્ષ થી માંડીને ૨૩ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ એ ટ્રાફિક સમસ્યા, તેને નિવારવાના ઉપાયો અને આદર્શ ટ્રાફિક વ્યવસ્થા વિષે પોતાની કલ્પનાને કેનવાસ પર કંડારવાની હતી....૪.૨ કિલોમીટરની લંબાઈ ધરાવતું કેનવાસ રાહ જોતું હતું...તો બીજી તરફ ૯૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાથ માં રંગોનો થાળ લઇને પોતાના મન માં ઉછળતા ભાવો સાથે પણ એટલાજ તલપાપડ હતા અને જીલ્લા સમાહર્તા એ આ રંગ મહાકુંભ ને ખુલ્લો મુક્યો અને જોતજોતામાં સમગ્ર વાતાવરણ માં રંગબેરંગી પતંગિયાઓ કલ્પનાના ઘોડે સવાર થઇને કેનવાસ માં સમાવવા માંડ્યા...ખરેખર આ એક એવી ક્ષણ હતી જેને નજરે જોનાર માટે આખા આયખાની મિરાત થઇ જાય. એક સમયે વિચાર થયો કે આ બાળકોના મન આ હદ સુધીનું વિચારી શકે છે ? રોજીંદી ઘટમાળ માં સામાન્યત: તમામને ટ્રાફિક નો યક્ષપ્રશ્ન સતાવે છે પરંતુ તેનાથી ઉગારવાના ઉપાયોને જે પ્રકારે કેનવાસ પર ઉતારાયા તે જોતા લાગ્યું કે આ બાળકો સાચા અર્થ માં દેશની મહામૂલી મૂડી જ છે ....અત્યંત ગંભીરતા પૂર્વક રંગો થી તરબતર પીંછી આ વિદ્યાર્થીઓની પરીકલ્પનાને આકાર અને સાકાર કરી રહી હતી અને ગણત્રીના સમય માં તો ગરબા ગ્રાઊંડ પર ફેલાયેલ કેનવાસ એ રંગબેરંગી વાઘાનો શણગાર સજી દીધો... એક પછી એક એમ કઈ કેટલાય વિશ્વ રેકોર્ડ વડોદરાના નામે થશે અને પછી વર્ષોવર્ષ સુધી આ સંસ્કારી નગરી અને તેના વિદ્યાર્થીઓના સામર્થ્યની આલબેલ વિશ્વ ની ક્ષિતિજે ગૂંજતી રહેવાની છે. આ કાર્યક્રમના આયોજન માટે કઈ કેટલીયે રાતો તેજલબેન અમીન, સત્યેન કુલાબકર, નીલેશ શુક્લ ,અમિત ભટનાગર થી લઇ ને અસંખ્ય લોકો એ કુરબાન કરી હશે પરંતુ તેની પાછળનો ધ્યેય પણ કદાચ એમ જ હશે કે ટ્રાફિક સમસ્યા થી લઇ ને બેદરકારીભર્યા ડ્રાઈવિંગને લીધે ક્યાંક કોઈ પરિવારનો કુળદીપક અકાળે ઓલવાય ના જાય ... જેના પ્રતાપે પરિવારજનોની જિંદગી દોજખ સમાન બને......
Subscribe to:
Posts (Atom)